- છેલ્લા ઘણા સમયથી સિંહો આવી પહોંચ્યા છે ડેમના કિનારે
- અદભુત દ્રશ્યો સિંહ અને સાબરના કેમેરામાં થયા કેદ
- ઊંઘમાંથી સિંહ ઉઠ્યો અને સાબર ભાગ્યા હતા
જુનાગઢમાં સિંહ અને સાબરનું ઝુંડ આમને સામને આવ્યું છે. જેમાં વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. તેમાં વિલીંગ્ડન ડેમના કિનારાની ઘટના છે. છેલ્લા ઘણા સમયથી સિંહો ડેમના કિનારે આવી પહોંચ્યા છે. ત્યારે અદભુત દ્રશ્યો સિંહ અને સાબરના કેમેરામાં કેદ થયા છે. તેમાં આરામ કરી રહેલા સિંહની આસપાસ આઠ જેટલા સાબરના આટા ફેરા મારી રહ્યાં હતા. ઊંઘમાંથી સિંહ ઉઠ્યો અને સાબર ભાગ્યા હતા.