રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.
જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ તમામ રાશિનું રાશિફળ
વિક્રમ સંવત 2079. ફાગણ વદ બારસ. રવિવાર, તેરસ ક્ષયતિથિ.પ્રદોષ. પંચક 11.16થી શરૂ.
મેષ રાશિ
નિરાશામાંથી આશાનું કોઈ કિરણ લાધે, સંબંધો સુધારી લેજો, કાર્ય લાભ.
વૃષભ રાશિ
માનસિક સ્વસ્થતા રાખીને આગળ વધવાથી સફળતા, સ્વજનોથી ગેરસમજ ન સર્જાય તે જોજો.
મિથુન રાશિ
આશાવાદી પ્રસંગ જણાય, મનોકામના માટે ઈશ્વર પર શ્રદ્ધા વધારજો, પ્રવાસ.
કર્ક રાશિ
આપની સમસ્યાઓને હલ કરવાનો માર્ગ મળે, ખર્ચા વધતા લાગે, તબિયત સુધરે.
સિંહ રાશિ
સાનુકૂળ સંજોગોનો ઉપયોગ કરી શકશો, સ્વાસ્થ્ય સાચવજો, પ્રવાસમાં વિઘ્ન.
કન્યા રાશિ
પ્રગતિકારક કાર્યરચના માટે સાનુકૂળતા સર્જાતી જણાય, કૌટુંબિક બાબત ગૂંચવાય નહીં તે જોજો.
તુલા રાશિ
વ્યસ્ત અને પ્રવૃત્તિમય સંજોગો જણાય, ગેરસમજો વિવાદ ન થાય તે જોજો, નાણાભીડ વર્તાય.
વૃશ્ચિક રાશિ
સંજોગો કઠિન હશે તો તેમાંથી રસ્તો મેળવી શકશો, કુદરતી સહાય મળી શકે, પ્રવાસનું ટેન્શન દુર થાય.
ધન રાશિ
લાભની તક ગુમાવી ન બેસો તે જોજો, પ્રયત્નો ફળતા લાગે, સ્નેહી સ્વજનથી મિલન.
મકર રાશિ
આપના ગૃહજીવનના પ્રશ્નો ગૂંચવાય નહીં તે જોજો, આર્થિક જોખમ ઉઠાવશો નહીં, પ્રવાસની તક.
કુંભ રાશિ
આપની આયોજિત કામગીરીઓ હજી ધીમે ધીમે થતી જણાય, સામાજિક પ્રસંગ માચે સાનુકૂળતા, ખર્ચ.
મીન રાશિ
માનસિક ટેન્શનમાંથી બહાર આવી શકશો, કાર્ય સફળતાની તક મળે, આર્થિક પ્રશ્ન હલ થઈ શકે.