રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.
જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ તમામ રાશિનું રાશિફળ
વિક્રમ સંવત ૨૦૭૯. જેઠ સુદ સાતમ. શનિવાર, વિષ્ટિ-ભદ્રા. ચંદ્ર મધાની યુતિ.
મેષ રાશિ
આશાજનક પ્રોત્સાહક પ્રસંગ, આર્થિક પ્રશ્ન હલ કરી લેજો, પ્રવાસની તક.
વૃષભ રાશિ
માનસિક સમતોલન જાળવીને ઘરના ને બહારના પ્રશ્નો ઉકેલી શકશો.
મિથુન રાશિ
ધાર્યું ન થાય તો નિરાશ થયા વિના યત્ન ચાલુ રાખી ભવિષ્યમાં શુભ ફળ મેળવી શકશો.
કર્ક રાશિ
આર્થિક અને સામાજિક સમસ્યાનું નિરાકરણ જાળવી શકશો, તબિયત સાચવજો.
સિંહ રાશિ
પ્રતિકૂળતાઓ હોય કે સંઘર્ષ આખરે વિજય મેળવી શકશો, ખર્ચ રહે, મિલન-મુલાકાત.
કન્યા રાશિ
આપની મૂંઝવતી સમસ્યાને ઉકેલવાનો માર્ગ-મદદ મેળવી શકશો, પ્રવાસમાં પ્રસન્નતા.
તુલા રાશિ
વિષાદ અને બેચેનીના અનુભવોમાંથી રોમાંચ અને પ્રસન્નતાના અનુભવો તરફ ગમન થતું જણાય.
વૃશ્ચિક રાશિ
આપની સખત મહેનત અને લગન હવે ઊગી નીકળતા લાગે, નાણાંની ઉણપ દૂર થતી લાગે.
ધન રાશિ
આપની શાણપણ અને ગણતરીપૂર્વકની કામગીરીઓમાં હવે પ્રગતિનો અહેસાસ થતો લાગે.
મકર રાશિ
મનના મોરલાનો કેકારવ અને આનંદની ઉર્મિની મસ્તી જો વિરલ અનુભવ થતો જણાય.
કુંભ રાશિ
આપની ઉદાસીનતા અને કાલ્પનિક ભય કે ચિંતાની લાગણી દૂર થવાથી રાહત.
મીન રાશિ
આપના કાર્યક્ષેત્રે જણાતી સંભવિત મુશ્કેલીઓમાંથી માર્ગ કાઢીને આગળ ધપી શકાય.